શ્રીપાદ દામોદર સાતવલેકરના વેદોના હિન્દી ભાષ્યના ત્રીજા સંસ્કરણનું સંઘના સરસંઘચાલકના હસ્તે લોકાર્પણ ,
પ્રમુખે શ્રીપાદ દામોદર સાતવલેકર કૃત વેદોના હિન્દી ભાષાના ત્રીજા સંસ્કરણનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વેદ અને ભારત એક જ છે તે સનાતનનો આધાર છે

વેદ ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે તે અખિલ બ્રહ્માંડનુ મુળ છે.વેદ પુરી દુનિયાને જોડવાનું કામ કરે છે. આ વાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે બુધવારે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના એક કાર્યક્રમમાં કરી હતી.
સંઘ પ્રમુખે શ્રીપાદ દામોદર સાતવલેકર કૃત વેદોના હિન્દી ભાષાના ત્રીજા સંસ્કરણનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વેદ અને ભારત એક જ છે તે સનાતનનો આધાર છે.ભાગવતે કહ્યું હતું કે વેદોમાં જ્ઞાન, વિજ્ઞાન, ગણીત, ધર્મ, ચિકિત્સા અને સંગીતનો સમાવેશ છે. તેમણે વેદોમાં વૈજ્ઞાનિકતાને પ્રમાણીત કરતાં મંત્રોમાં અંક ગણીત, ઘન અને ઘનમુળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો હતો વેદ વિશ્વની સમસ્ત માનવતાને એકાકાર થવાનો માર્ગ દેખાડે છે.
સનાતન સંસ્કૃતિમાં જીવન જીવવા માટે સ્પર્ધા નથી કરવી પડતી. આ વેદોએ જ આપણને શીખવ્યુ છે.ભાગવતે જણાવ્યું હતું કે, વેદોની રચના વિશ્વ કલ્યાણ માટે થઈ છે. ભારતીય સંસ્કૃતિમાં જયારે દિકરાનું પેટ ભરાઈ જાય છે તો માતા તૃપ્ત થાય છે આ ભૌતિકવાદથી અલગ આનંદ છે.