વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ ન્યુયોર્ક જઇ રહ્યા છે તે સમયે નવો વિવાદ સર્જાયો ,
અધિકારીઓને પણ 21 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું : વિદેશ મંત્રાલયે કહ્યું કે, સમન્સ અયોગ્ય : પન્નુ જાહેર થયેલો ત્રાસવાદી : હવે અમેરિકી કોર્ટ પર નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જઇ રહ્યા છે તે સમયે ન્યુયોર્કની એક અદાલતે ખાલિસ્તાની નેતા ગુરૂપતવંતસિંહ પન્નુની હત્યાના પ્રયાસના એક ષડયંત્રમાં એક ભારતીયની ધરપકડ કર્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારતની વિદેશી જાસુસી એજન્સી ‘રો’ના વડા સામંત ગોયલ અને અન્ય અધિકારીઓને પાઠવેલા સમન્સ ભારતે ફગાવી દીધા છે અને અમેરિકા સમક્ષ તેનો વિરોધ નોંધાયો છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા વિક્રીમ મિસરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ સમન્સ સ્વીકાર્ય નથી અને ભારત તેનો અમલ કરશે નહીં સુત્રોના જણાવ્યા મુજબ અજીત ડોભાલ મોદી સાથે તા. ર1 થી ર3 અમેરિકાની મુલાકાતે જઇ રહ્યા છે અને કવાડ બેઠકમાં પણ હાજરી આપશે જેમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન પણ ઉપસ્થિત રહેનાર છે.
તે સમયે આ પ્રકારનું સમન્સ એ ભારત માટે મોટી સંકોચભરી સ્થિતિ બની રહી છે. અમેરિકામાં પન્નુની હત્યાના ષડયંત્રમાં એક ભારતીયની ધરપકડ થઇ છે તે સંદર્ભમાં આ સમન્સ ઇસ્યુ કરાયા છે. આ અંગે અમેરિકી ન્યુયોર્ક ડિસ્ટ્રીકટ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. આ કહેવાતા ષડયંત્ર સામેલ ભારતીય વ્યાપારી નીખીલ ગુપ્તા હાલ અમેરિકી જેલમાં છે.
અમેરિકી અદાલતે આ અંગે ર1 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ગુપ્તા ઉપર પન્નુની હત્યા માટે શુટરને ભાડે રાખવાનો આરોપ છે. પન્નુએ અમેરિકા અને કેેનેડા બંનેના નાગરિક છે અને ભારત વિરોધી અને ખાલિસ્તાની તરફી પ્રવૃતિ માટે જાણીતો છે. જોેકે ભારતે જણાવ્યું કે પન્નુએ ભારત દ્વારા જાહેર કરાયેલો ત્રાસવાદી છે અને તે ભારત વિરોધી પ્રવૃતિ વિરોધી માટે જાણીતો છે.
ગત નવેમ્બર માસમાં અમેરિકાના આ આરોપ બાદ ભારતે ઉચ્ચસ્તરીય કમીટી મારફત અમેરિકી આરોપમાં તપાસ ની જાહેરાત કરી હતી અને અમેરીકી અદાલતે પણ ગુપ્તા સામે કેસ દાખલ કર્યો છે.
અમેરિકી વિદેશ વિભાગે પણ ભારત સાથે આ મુદે અનેક વખત ચર્ચા કરી છે અને તેના અધિકારીઓ પણ ભારત આવી ચૂકયા છે. પરંતુ હવે એક તરફ ભારત અને અમેરિકા બંને કવાડ સહિતના મુદે સંયુકત બેઠકો યોજી રહ્યા છે તે સમયે આ પ્રકારના અમેરિકી કોર્ટના સમન્સ સામે પણ ભારતે વિરોધ નોંધાવ્યો છે.


