સુપ્રિમ કોર્ટની યુ – ટ્યુબ ચેનલ હેક : અમેરિકા કંપની રીપલ લેબ્ઝના ક્રિપ્ટો કરન્સીના વીડિયો દેખાવા લાગ્યા હતા ,
અદાલતમાં પશ્ચિમ બંગાળ તબીબોની હડતાળ સબબ સુનાવણી ચાલુ હતી. તે સમયે સુપ્રિમ કોર્ટની યુ-ટ્યુબ ચેનલ હેક થઇ હતી અને ક્રિપ્ટોકરન્સીના વીડિયો દેખાવા લાગતા તુર્ત જ તેનું લાઇવ પ્રસાર અટકાવી દેવાયું હતું અને બાદમાં આ કંઇ રીતે બન્યું તે અંગે તપાસ માટે ચીફ જસ્ટીસે જણાવ્યું છે.
સાયબર હેકીંગમાં હવે દેશની સર્વોચ્ચ અદાલત ઝપટમાં આવી ગઇ છે. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન તેની યુ-ટ્યુબ ચેનલ અચાનક જ હેક થઇ ગઇ હતી અને તેના પર અમેરિકા કંપની રીપલ લેબ્ઝના ક્રિપ્ટો કરન્સીના વીડિયો દેખાવા લાગ્યા હતા અને નીચે તેના પ્રચારના સુત્રો પણ લખાયું હતું.
આજે સર્વોચ્ચ અદાલતમાં પશ્ચિમ બંગાળ તબીબોની હડતાળ સબબ સુનાવણી ચાલુ હતી. તે સમયે સુપ્રિમ કોર્ટની યુ-ટ્યુબ ચેનલ હેક થઇ હતી અને ક્રિપ્ટોકરન્સીના વીડિયો દેખાવા લાગતા તુર્ત જ તેનું લાઇવ પ્રસાર અટકાવી દેવાયું હતું અને બાદમાં આ કંઇ રીતે બન્યું તે અંગે તપાસ માટે ચીફ જસ્ટીસે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની સુનાવણી તથા જાહેર હિતની જે મહત્વની અરજી હોય તેની સુનાવણી જીવંત પ્રસારણ મારફત જોઇ શકાશે. 2018થી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાય છે. જો કે તેમાં પ્રથમ સર્વોચ્ચ અદાલતની આ યુ-ટ્યુબ ચેનલ હેક થઇ હોય તેવું નોંધાયું છે.



