ઈકોનોમી

શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર ,

સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઉપર હતો. થોડીવાર પછી, સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સનો ફાયદો ઘટીને 175 પોઈન્ટ થઈ ગયો હતો અને તે 83,370 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, બાદમાં ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં શાનદાર વાપસી થઈ.

સ્થાનિક શેરબજારે શુક્રવારે સતત બીજા દિવસે નવી ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. કારોબારની ધીમી શરૂઆત બાદ, થોડા જ સમયમાં બજારમાં જબરદસ્ત રેલી નોંધાઈ અને BSE સેન્સેક્સે ઈતિહાસમાં પ્રથમ વખત 84 હજારનો આંકડો પાર કર્યો ,

સ્થાનિક બજારે આજે નજીવા વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી અને શરૂઆતના સત્રમાં બજાર પર દબાણ જોવા મળ્યું હતું. સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઉપર હતો. થોડીવાર પછી, સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સનો ફાયદો ઘટીને 175 પોઈન્ટ થઈ ગયો હતો અને તે 83,370 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, બાદમાં ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં શાનદાર વાપસી થઈ.

ગુરુવારે પણ સ્થાનિક બજારે નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં, સેન્સેક્સ 83,773.61 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો અને નિફ્ટીએ 25,611.95 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ કર્યો હતો. બાદમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગને કારણે બજાર થોડું નીચે આવ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 236.57 પોઈન્ટ (0.29 ટકા)ના વધારા સાથે 83,184.80 પોઈન્ટ પર અને નિફ્ટી50 38.25 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 25,415.95 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં સ્થાનિક બજારને બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ અને એનર્જી શેરોનો ટેકો મળી રહ્યો છે. આ ક્ષેત્રોના શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેણે બજારને પ્રોફિટ બુકિંગના દબાણને દૂર કરવામાં મદદ કરી. સેન્સેક્સ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને JSW સ્ટીલના શેરમાં લગભગ 4-4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ અને એલએન્ડટીમાં 2-2 ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. સેન્સેક્સ પર માત્ર ત્રણ શેર એક્સિસ બેન્ક, એનટીપીસી અને ટીસીએસ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button