ગુજરાત

બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.. જેમાં તેમણે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે.. તેમણે પત્રમાં લખ્યું છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે

તેમણે પત્રમાં લખ્યું છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે.. સુખી સમૃદ્ધ હોવા છતા 5 થી 10 જાતિ મોટા ભાગનો લાભ લઈ રહી છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.. જેમાં તેમણે OBC અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ કરી છે.. તેમણે પત્રમાં લખ્યું છે કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે.. સુખી સમૃદ્ધ હોવા છતા 5 થી 10 જાતિ મોટા ભાગનો લાભ લઈ રહી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે, દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિ વિકાસથી વંચિત છે, OBC અનામતમાં મળતા લાભમાં બહુ મોટી અસમાનતા છે, અતિપછાત જાતિઓને 20 વર્ષમાં કેટલો લાભ મળ્યો તેનો સરવે કરવો જોઈએ તેવી માંગ તેમણે પત્રમાં કરી છે..

ઠાકોર,કોળી સહિત ઘણી જાતિઓને અનામતનો લાભ મળવો જોઈએ તેવું તેમણે કહ્યું છે. લાભ ન મળ્યો હોય તેવી જાતિને 20 ટકા અનામત આપવા આવે તેવું પણ તેમણે કહ્યું છે.જેમને લાભ મળી ગયો હોય તેમને 7 ટકા અનામત આપવામાં આવે તેવું ગેનીબેને પત્રમાં જણાવ્યું છે.

જો કે જ્યારે ગેનીબેને પત્રકારો સાથે રૂબરૂ વાત કરી ત્યારે તેમણે કહ્યુ હતું કે જેમને અનામતનો લાભ નથી મળ્યો તેવી જાતિઓને 20 ટકા અને જેમને અનામતનો લાભ મળી ચૂક્યો છે તેવી જાતિઓને 7 ટકા એવું લખવાનો મતલબ ચોક્કસ ટકાવારી સાથે નથી પરંતુ માત્ર એટલો જ છે કે જે જાતિઓને લાભ નથી મળ્યો તેમને વધારે લાભ મળે અને જે જાતિઓને લાભ મળી ચૂક્યો છે જાતિઓને લાભ ઘટાડવામાં આવે

મહત્વપૂર્ણ છે કે ગેનીબેન ગુજરાતમાંથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી જીતનાર એકમાત્ર સાંસદ છે.. બાકીની 25 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી.. ગુજરાતમાં ભાજપને ક્લિન સ્વીપ કરતા રોક્યુ હોવાથી ગેનીબેનનું રાજ્કીય કદ વધારે આંકવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button