ગુજરાતમાં એક દિવસમાં 181 તાલુકામાં વરસાદ સુરત, વડોદરા, નવસારીમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા હતા.
જલાલપોરમાં 1.5 ઈંચ અને સાવલીમાં 1.5 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી.

ગુજરાતને મેઘરાજાએ ફરી ભીંજવી નાંખ્યું. એક જ દિવસની અંદર રાજ્યના 181 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો. ઉમરપાડા તાલુકામાં એક જ દિવસની અંદર પોણા 6 ઈંચ વરસાદ વરસી ગયો. સુરત, નવસારી, વડોદરા, નિઝર, ગણદેવી જેવા વિસ્તારમાં પણ સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે 2.5 ઈંચ આસપાસ વરસાદ વરસ્યો. રાજ્યમાં હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે નવરાત્રી આસપાસ પણ વરસાદ વરસવાની શક્યતાઓ વર્તાઈ રહી છે
બીજી તરફ સોજીત્રા, કડી, કુકરમુંડા, છોટાઉદેપુર, વિજાપુરમાં 1.5 ઈંચ આસપાસ વરસાદ અને ડેડિયાપાડા, જલાલપોર, સાવલીમાં પણ 1.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં પોણા 6 ઈંચ, સુરતમાં સવા 3 ઈંચ વરસાદ, વડોદરામાં સવા 3 ઈંચ, નવસારીમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
પ્રાંતિજમાં 2.5 ઈંચ, માંડવિમાં સવા 2 ઈંચ વરસાદ, ગણદેવીમાં સવા 2 ઈંચ, કવાંટમાં પોણા 2 ઈંચ વરસાદ, બારડોલીમાં પોણા 2 ઈંચ, નિઝરમાં પોણા 2 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, કડીમાં 1.5 ઈંચ વરસાદ, કુકરમુંડામાં 1.5 ઈંચ, છોટાઉદેપુરમાં 1.5 ઈંચ વરસાદ, વિજાપુરમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ, જલાલપોરમાં 1.5 ઈંચ અને સાવલીમાં 1.5 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ લોકોને હાલાકી વેઠવાની વારી આવી હતી.