ગોલ્ડ અને શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ : છેલ્લા કેટલાક સમયથી શેરબજાર તરફ જે રીતે લોકોનો રસ વધ્યો છે તેનાથી ઘણા લોકો મૂંઝવણમાં છે કે રોકાણ ક્યાં કરવું…
અન્ય દેશો કરતા આપણા દેશની સ્ત્રીઓ પાસે સૌથી વધારે સોનું છે. ત્યારે હવે સોનાના ભાવ વધવાની સાથે જ સોનું ખરીદવું દરેકને પરવડે એમ રહ્યું નથી.

સોનું કાયમી છે, હંમેશા માટે હોય છે અને ઘણું કિંમતી હોય છે. આપણા દેશમાં હંમેશાથી રોકાણ માટે સોનું એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવ્યું છે. અન્ય દેશો કરતા આપણા દેશની સ્ત્રીઓ પાસે સૌથી વધારે સોનું છે. ત્યારે હવે સોનાના ભાવ વધવાની સાથે જ સોનું ખરીદવું દરેકને પરવડે એમ રહ્યું નથી. સોનાનો ભાવ આજે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 158 રૂપિયા વધીને 75,406 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ બુધવારે તેની કિંમત 75,248 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું 1,313 રૂપિયા મોંઘુ થયું છે. આ વર્ષે સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી છે. માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારે હવે લોકો એ વાતને લઈને મૂંઝવણમાં છે કે પૈસા શેર માર્કેટમાં રોકવા કે સોનામાં
હવે જોઈએ કેટલાક તથ્યો, કે જેને જોઇને સરળતાથી સમજી શકાશે કે સોનાના ભાવમાં કેવી રીતે રોકેટ બની ગયા છે. (આ 24 કેરેટ સોનાની કિંમત છે).
- વર્ષ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 48,651 રૂપિયા હતી.
- વર્ષ 2021માં 10 ગ્રામ સોનાની કિંમત વધીને 48,720 રૂપિયા થઈ ગઈ.
- 2022માં 10 ગ્રામ સોનું 52,679 રૂપિયામાં મળતું હતું.
- ગયા વર્ષે 2023માં 10 ગ્રામ સોનું 65,330 રૂપિયા હતું.
- હવે એટલે કે આ વર્ષે 10 ગ્રામ સોનું 75,406 રૂપિયા પર પહોંચી ગયું છે.
નિષ્ણાંતોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે. સોનાની કિંમત જે રીતે વધી રહી છે તે જોતા એવું માનવામાં આવે છે કે આગામી 2 વર્ષમાં 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી જશે. થોડા જ દિવસોમાં ધનતેરસ અને દિવાળી આવી રહી છે. આ દિવસોમાં દેશભરમાં સોનાની રેકોર્ડ ખરીદી થાય છે.
ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે સોનાની ખરીદીનો રેકોર્ડ તૂટી જશે. ઘણા મોટા જ્વેલર્સ પણ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ લાવી રહ્યા છે. માસિક ડિપોઝિટ સ્કીમ પણ ગ્રાહકોને સોનાની ખરીદીમાં ખૂબ મદદરૂપ થઈ રહી છે. તેથી જ માસિક ડિપોઝિટ સ્કીમનો ધંધો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)