ગુજરાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને અનામત મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું , અમદાવાદના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિમાં વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને અનામત મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ અમદાવાદના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિમાં વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને અનામત મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ સમગ્ર દેશમાં ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ શરૂ કર્યો છે. જે અંતર્ગત અમદાવાદના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપે કોંગ્રેસને દેશ વિરોધી ગણાવી છે. “અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસ”ના પોસ્ટર સાથે ભાજપે ધરણા પ્રદર્શન કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી છે ,

કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીના નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ વિરોઘ નોંધાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે. રાજયભરના તમામ જીલ્લામા હોદેદારઓ, કાર્યકર્તાઓએ સાથે મળી એક રેલી સ્વરૂપે વિરોઘ પ્રદર્શન યોજયું છે.

ભાજપના નેતાઓએ આ મુદ્દે જણાવ્યું હતું કે “રાહુલ ગાંઘી જે પરિવારમાથી આવે છે તે પાર્ટીની વિચારઘારાએ આખા દેશના આનામતને નાબુદ કરવાનુ કામ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પછાત વર્ગના લોકો વિકાસની ઘરોમા જોડાય તે માટે વિવિધ કામોની માહિતી આપી. ચૂંટણી સમયે જે લોકો કહેતા હતા કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2024મા આવશે તો ભારતમાં અનામત ખતમ કરી નાખશે, જે લોકો આ વિચારઘારા ફેલાવતા હતા તેમને વિદેશની ઘરતી પરથી અનામત દુર કરવાનુ નિવેનદ આપ્યુ છે”

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button