વડાપ્રધાનના હસ્તે દુનિયાના સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રિજનું ઉદઘાટન, વંદેભારત ટ્રેનને લીલીઝંડી ,
272 કિલોમીટર લાંબી રેલલાઈન વાળા ઉધમપુર-શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવેલ દુનિયા સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનો શુભારંભ કરેલ.

ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન મોદી આજે પહેલીવાર જમ્મુ એન્ડ કાશ્મીરની મુલાકાતે આવ્યા છે, જેને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે તેમના હસ્તે 272 કિલોમીટર લાંબી રેલલાઈન વાળા ઉધમપુર-શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવેલ દુનિયા સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનો શુભારંભ કરેલ.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ આ રૂટ પર વંદેભારત ટ્રેનને પણ લીલીઝંડી દેખાડીને રવાના કરેલ. આ સાથે જ દેશના રેલમાર્ગને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોડવાનું સપનુ પુરુ થયું હતું.
વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરમાં પહેલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલે આતંકી હુમલો અને પછી પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર અંતર્ગત થયેલી સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર કાશ્મીરમાં આવ્યા છે.
વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર જમ્મુ-કાશ્મીર પ્રશાસન એલર્ટ મોડમાં હતુ. ખાસ કરીને વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળો અને તેની આસપાસના કાર્યક્રમ સ્થળોમાં સેના બીએસએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી છે.
પુલ પર મોદીની પગપાળા મુલાકાતને લઈને સુરક્ષાના ખૂબ જ પુખ્ત વ્યવસ્થા કરાઈ હતી. 30થી વધુ તેજતર્રાર કમાન્ડો તૈનાત હતા. વડાપ્રધાનની યાત્રા પુરી થાય ત્યાં સુધી પુરા વિસ્તારની સેટેલાઈટથી વોચ રાખવામાં આવી હતી.
આ યાત્રા દરમિયાન સેનાની તમામ એન્ટીમિસાઈલ અને અન્ય સુરક્ષાની વ્યવસ્થા એકટીવ મોડમાં રખાઈ હતી. આ કડક વ્યવસ્થાનું કારણ પાકિસ્તાન સાથે તનાવ છે. ઉદઘાટન બાદ પીએમે એક જાહેર કાર્યક્રમને સંબોધન કરેલ અહીં તેમણે 46 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી.