ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 19 June 2025 ,

મામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
19 06 2025 ગુરુવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ આઠમ સવારે 11:54 પછી નોમ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ સૌભાગ્ય, કરણ કૌલવ સવારે 11:54 પછી તૈતિલ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) , 

મેષ (અ.લ.ઈ.)

ઉત્સાહમાં વૃદ્ધિ થશે અને પડકારોનો સામનો કરશો તેમજ દેવામાં રાહત અનુભવશો અને ભાર હળવો થતા આનંદ અનુભવશો

વૃષભ (બ.વ.ઉ.)

મિત્રોનો સહયોગ મળે અને સકારાત્મક વિચારોથી લાભ મળે તેમજ કાર્ય ક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો

મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય રહે અને સમસ્યાઓમાં સમાધાન મળશે તેમજ નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે

કર્ક (ડ.હ.)

સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે અને શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય તેમજ નોકરીમાં ઈચ્છિત સ્થળાંતર થાય, મન વાંછિત ફળ પ્રાપ્ત થાય

 સિંહ (મ.ટ)

આવકના નવા અવસરો મળે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય તેમજ વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું

કન્યા (પ.ઠ.ણ.)

નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે અને રોજગારી માટે નવી તકો મળે તેમજ જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે

તુલા (ર.ત.)

વિવાદિત કાર્યોમાં કલેશ થાય અને જોખમવાળા કામ નુકસાન કરાવે તેમજ જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવુ

વૃશ્ચિક (ન.ય.)

સંપતિને લગતા કાર્યોમાં સફળતા મળે અને રોજગારીમાં નવી તકો મળે તેમજ પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય અને કર્જ લેવામાં સાવધાની રાખવી તેમજ કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું

મકર (ખ.જ.)

ધર્મ કર્મમાં રુચિ વધે અને પડવા વાગવામાં સાવધાની રાખવી તેમજ લે વેચના કાર્યોમાં લાભ થશે, ભાઈભાંડુમાં મતભેદ જણાશે

 કુંભ (ગ.શ.સ.ષ.)

સંગત ફેરમાં સાવધાની રાખવી અને વાહન મશીનરીમાં સાચવવું તેમજ ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)

પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે અને વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે તેમજ આળસ પ્રમાદથી દૂર રહેવુ તો નવા સંબંધોથી લાભ થશે

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button