ગુજરાત

કષ્ટભંજનદેવને કલરફૂલ વાઘા તથા છત્રીનો શણગાર 1000 કિલો ખલેલાનો અન્નકુટ ધરાવાયો

શણગાર તેમજ કલરફુલ છત્રીનો શણગાર કરવામાં આવેલ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.01-07-2023ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય કલરફુલવાઘાનો શણગાર તેમજ કલરફુલ છત્રીનો શણગાર કરવામાં આવેલ સાથોસાથ દાદાને 1000 કિલો લાલ અને પીળા ખલેલાનોઅન્નકૂટ ધરાવાયો એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી શ્રી હ્રદયપ્રકાશદાસજી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button