ભારત

સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરીયા કહેનાર ઉદયનિધિને સુપ્રિમ કોર્ટે નોટીસ ફટકારી

સુપ્રિમ કોર્ટે હેટ સ્પીચ મામલે અન્ય પેન્ડીંગ અરજી સાથે સુનાવણી કરશે

સનાતન ધર્મને ડેંગ્યુ અને મેલેરીયા કહેવા બદલ તમિલનાડુનાં રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલીન તેમજ સનાતન ધર્મ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર નેતા એ.રાજાને પણ સુપ્રિમ કોર્ટે નોટીસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે તે આ મામલાને હેટ સ્પીચ પર પેન્ડીંગ અન્ય અરજીઓ સાથે સાંભળશે. સુપ્રિમ કોર્ટે ઉદયનીધીની સાથે સાથે ડીએમકે સાંસદ એ.રાજા ઉપરાંત સાંસદો થીરૂમાવલવન, સુ વેંકટેશન તમિલનાડુનાં ડીજીપી, ગ્રેટર ચેન્નાઈ પોલીસ કમીશ્નર વગેરેને પણ નોટીસ પાઠવી છે.ચેન્નાઈનાં એક વકીલે અરજી દાખલ કરીને માંગ કરી છે કે તમિલનાડુમાં સનાતન ધર્મ સામે થઈ રહેલા કાર્યક્રમોને ગેર બંધારણીય ગણવામાં આવે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button