ગુજરાત

આજે સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વરસાદથી નુકસાનીના સર્વે સહિતના મુદ્દે થશે ચર્ચા

PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની થશે ચર્ચા ,

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. આજે સાંજે 5 વાગ્યે મળનારી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા થશે અને કમોસમી વરસાદ બાદ ચાલી રહેલા સર્વેના સંદર્ભમાં ચર્ચા પણ થશે. આ સાથે બજેટસત્રની તૈયારીઓ, PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર ચર્ચા થશે.

 

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button