સ્વાતિ માલીવાલ કેસ , ભાજપના ઈશારે પરિવાર તથા પાર્ટી કાર્યકરોને નિશાન બનાવવાના ષડયંત્રનો આરોપ
અરવિંદ કેજરીવાલના પીએ દ્વારા મુખ્યમંત્રી આવાસમાં જ પોતાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્વાતિ માલીવાલે કર્યો હતો. જો કે, આમ આદમી પાર્ટી કેજરીવાલના પીએ વિભવકુમારના સમર્થનમાં આવી હતી અને ભાજપના ઈશારે આખુ ષડયંત્ર કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવો દાવો કર્યો છે કે, પોલીસ પોતાના વૃદ્ધ અને બિમાર માતા-પિતાની પણ આજે પુછપરછ કરવાની છે.
અરવિંદ કેજરીવાલના પીએ દ્વારા મુખ્યમંત્રી આવાસમાં જ પોતાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્વાતિ માલીવાલે કર્યો હતો. જો કે, આમ આદમી પાર્ટી કેજરીવાલના પીએ વિભવકુમારના સમર્થનમાં આવી હતી અને ભાજપના ઈશારે આખુ ષડયંત્ર કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. ‘આપ’ના નેતા આતિશીએ એવો દાવો કર્યો હતો કે, ભાજપે જ સ્વાતિ માલીવાલને ફરિયાદ નોંધાવવાનું સૂચવ્યું હતું.
સમાચાર એજન્સીના રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, કેજરીવાલના વૃદ્ધ માતા-પિતા ઉપરાંત તેમના પત્ની સુનિતા કેજરીવાલની પણ પોલીસ પુછપરછ કરશે. સ્વાતી માલીવાલે મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં એમ કહ્યું હતું કે, પોતાને માર મરાયો ત્યારે કેજરીવાલના પત્ની અને માતાપિતા પણ મૌજૂદ હતા. દિલ્હી પોલીસના સૂત્રોએ કહ્યું કે, સ્વાતી માલીવાલ તેમને મળીને આવી હતી અને એટલે નિવેદન લેવાશે.
‘આપ’ દ્વારા ભાજપ તથા વડાપ્રધાન મોદી પર નિશાન તાકીને એવો પ્રહાર કરાયો છે કે, કોઈને ટેકા વિના ચાલી પણ ન શકતા 85 વર્ષના કેજરીવાલના પિતા અને લાંબો વખત હોસ્પીટલમાંથી બહાર આવેલી તેમની માતા સ્વાતિ પર હાથ ઉપાડી શકે? શું ભાજપ આવુ માને છે.
અરવિંદ કેજરીવાલે પણ સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીના તમામ નેતા- કાર્યકરોને વારાફરતી નિશાન બનાવવા અને પાર્ટીને નામશેષ કરવાનું આ ષડયંત્ર છે.



