બ્રેકીંગ ન્યુઝ

એક જ સપ્તાહમાં ટ્રેન ઉથલાવવા ત્રણ પ્રયાસ : રેલવે ત્રાસવાદીઓના નિશાન પર? હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવા ષડયંત્ર

અજમેર પાસે બે સ્થળોએ પાટા પર સીમેન્ટ બ્લોક મુકી દેવાયા: માલગાડીને ઉથલાવવાનો પ્રયાસ

ઉતર પ્રદેશમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના નિષ્ફળ પ્રયાસ બાદ હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ત્રણ વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો રાજસ્થાનનાં અજમેરમાં પાટા પર સીમેન્ટ બ્લોક મુકી દેવાયાનું બહાર આવ્યું છે.પાકિસ્તાની કનેકશન ખુલવાની આશંકા છે. કાનપુરમાં કાલીન્દી એકસપ્રેસને ઉથલાવવાનાં કાવતરાની તપાસ દરમ્યાન છેલ્લા 23 દિવસમાં કાનપુર આસપાસ જ ત્રણ વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો જે ત્રણ વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. બે વખત ટ્રેન પર પથ્થરમારો પણ થયો હતો. રેલવે સામે કોઈ મોટુ ષડયંત્ર રચાયાની શંકા છે. રેલવે દ્વારા સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, જુન 2023 થી અત્યાર સુધીમાં રેલવે પાટા પર છેડછાડનાં 17 કિસ્સા બન્યા છે અને તે મામલાની ફરીયાદો પણ થઈ છે ગત સપ્તાહે સોલાપુર-જબલપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો.

કાનપુરમાં કાલીન્દી એકસપ્રેસ ઉડાવવા માટે જ સીલીન્ડર મુકવામાં આવ્યો હતો. કાવતરૂ ફુલપ્રુફ હોય તેમ સીલીન્ડરને વ્યવસ્થિત રીતે પ્લાંટ કરવામાં આવ્યો હતો. સાથોસાથ પેટ્રોલ બોંબ તથા વિસ્ફોટકો પણ રાખવામાં આવ્યા હતા.જે મોટા ષડયંત્રનો નિર્દેશ કરે છે. અને આતંકી ષડયંત્રની શંકા ઉપજાવે છે.

કાનપુર પાસે જ છેલ્લા 23 દિવસમાં ત્રણ વખત ટ્રેન ફુંકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પૂર્વે 24 ઓગસ્ટે ફરૂખાબાદમાં ટ્રેડ પર લાકડાનો ભારો મુકાયો હતો.16 ઓગસ્ટે સાબરમતી એકસપ્રેસને દુર્ઘટના નડી હતી. ટ્રેનનાં એન્જીન સાથે પાટાનો ટુકડો ટકરાયો હતો. હવે રાજસ્થાનનાં અજમેર પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. 8મી સપ્ટેમ્બરે બે સ્થળોએ પાટા પર સીમેન્ટ બ્લોક મુકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સમગ્ર કાવતરામાં ત્રાસવાદી કનેકશન હોય તેમ પાક આતંકવાદી ફરહતુલ્લાહ ધોરીએ એક વીડીયો પોસ્ટ કર્યો છે. તેમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉશ્કેરણી કરવામાં આવી છે. તેના આધારે ત્રાસવાદી ષડયંત્રની શંકા વધુ ગંભીર બની છે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button