બ્રેકીંગ ન્યુઝ
મોદીની લીલીઝંડી પૂર્વે જ ટ્રાયલ રન સમયે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો ,
વંદેભારત પર પથ્થરમારવાની ઘટનાઓ વધતી જાય છે. ટાટાથી પટના જઇ રહેલી આ ટ્રાયલ ટ્રેન રન સમયે તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો જેના કારણે ટ્રેનના કાચને ભારે નુકશાન થયું છે અને એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં વંદે ભારત એક્સપ્રેસના કોચમાં કોઇ હથોડા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો છે.
આ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં દસથી વધુ વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપવાના છે તે પૂર્વે જ ટાટા-પટના વંદેભારત ટ્રેનના ટ્રાયલ રન સમયે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ટ્રેનના કાચને તોડવામાં આવ્યા હતા. વંદેભારત પર પથ્થરમારવાની ઘટનાઓ વધતી જાય છે. ટાટાથી પટના જઇ રહેલી આ ટ્રાયલ ટ્રેન રન સમયે તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો જેના કારણે ટ્રેનના કાચને ભારે નુકશાન થયું છે અને એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં વંદે ભારત એક્સપ્રેસના કોચમાં કોઇ હથોડા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો છે. રેલવેએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. તા.15ના રોજ ત્રણ વંદેભારત ટ્રેન દોડવા લાગશે જેમાં હાવડાથી ધનબાગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગયા હાવડા અને ટાટા પટના ટ્રેન પણ દોડશે.
[democracy -id="2"]



