ઇન્દોર નજીક બે સૈન્ય અધિકારીઓ પીકનીક પોઇન્ટ પર જઇ રહેલાહતા ત્યારે અધિકારીઓનું અપહરણ અને અન્ય મહિલા પર ગેંગરેપ કર્યો હતો.
પીકનીક પોઇન્ટ પર જઇ રહેલા તાલીમી અધિકારીઓને અટકાવીને છ થી સાત લુંટારૂઓએ રિવોલ્વરના નાળચે નજીકના જંગલમાં લઇ જઇ માર માર્યો : રૂા. 10 લાખની ખંડણી માંગી એક અધિકારી યુગલને નાણા લેવા મોકલતા જ પોલીસને જાણ કરાઇ : અન્ય મહિલા પર સામુહિક દુષ્કર્મ
ભારતીય સૈન્યમાં લેફ. તરીકે ફરજ બજાવતા બે અધિકારીઓ અને તેમના મહિલા સાથી મિત્રોને ઇન્દોર નજીક નાઇટ ડ્રાઇવ સમયે દુ:સ્વપ્ન જેવી ઘટનાનો સામનો કરવો પડયો હતો. આ બે યુવા ઓફિસરો અને તેના બે મહિલા મિત્રોને ઇન્દોરથી 50 કિ.મી. દુર જામ ગેટ પાસે છ જેટલા લોકોએ અટકાવીને બંદુકની અણીએ બાનમાં લીધા હતા.
બાદમાં એક યુગલને ખંડણી પેટે રૂા. 10 લાખ ચુકવવા માટે મુકત કરીને અન્ય યુગલમાં મહિલા પર ગેંગરેપ કર્યો હતો. જોકે ખંડણીના નાણા મેળવવા ગયેલા અધિકારી તેના ઉપરી ઓફિસરને જાણ કરતા જ પોલીસ એકશનમાં આવી હતી પરંતુ તે સમય દરમ્યાન તમામ છ લોકો નાસી છુટયા હતા.
ઇન્દોર નજીક માઉ પાસે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ કુલ છ શંકાસ્પદોમાંથી બે લોકોને ઝડપી લેવાયા છે. બંને લશ્કરી અધિકારીઓને આ લુંટારૂઓએ માર માર્યો હતો પરંતુ તેમાં એક અધિકારી નાણા લેવા ગયા હતા ત્યારે સીનીયરને જાણ કરી હતી અને પોલીસ એ તુર્ત જ ઘટના સ્થળે પહોંચી હતી.
બંને અધિકારીઓ સેનાની એક યંગ ઓફિસર તાલીમ ટુલમાં હાલ તાલીમ હેઠળ હતા. તેઓ મંગળવારની રાત્રીના રાણી અહલ્યાબાઇ હોલ્કરે નિર્મિત કરેલ જામ ગેટ કે જે એક પીકનીક પોઇન્ટ છે ત્યાં જવા માટે નીકળ્યા હતા અહીં એક મંદિર પણ પ્રખ્યાત છે, મોડી રાત્રીના બે યુગલ પોતાની કારમાં ઇન્દોરથી નીકળ્યા બાદ માઉથી 30 કિ.મી. દુર પહોંચ્યા હતા.
ત્યારે સાત લોકોએ કાર અટકાવી હતી અને બંદુકની અણીએ તેમને નજીકના જંગલમાં લઇ ગયા હતા અને બંને આર્મીમેનને માર મારીને રૂા. 10 લાખ ચુકવવા જણાવ્યું હતું. એક યુગલે આ રીતે નાણા લેવા મોકલતા તેણે પોતાના સીનીયરને એલર્ટ કરી દેતા પોલીસ આવી હતી.
જોકે પોલીસ પહોંચે તે પહેલા લુંટારૂઓ નાસી છુટયા હતા પરંતુ તે પૂર્વે એક અધિકારી સાથે રહેલા તેના મહિલા મિત્રો ઉપર ગેંગરેપ કર્યો હતો અને આ તમામને બાદમાં માઉની હોસ્પિટલમાં લેવાયા હતા.
જેમાં મહિલાઓ પર ગેંગરેપ થયાનું મેડીકલી સાબિત થયું છે. આ અધિકારીઓની ઘડિયાળ અને કિંમતી ચીજો લુંટી લેવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.



