બ્રેકીંગ ન્યુઝ

દિલ્હીના 6 મંદિરો અને બિહારના એક પૂરા ગામ પર વકફ બોર્ડે દાવો કર્યો: 11 મિલ્કતો ટાર્ગેટમાં ,

વકફ બોર્ડની રચના પહેલાના મંદિરો પણ તેમની માલિકીના જણાવ્યું : બિહારમાં પટનાથી 30 કિ.મી. દૂર આવેલા પૂરા ગામની જમીન પર માલીકી દાવો: હિન્દુઓને ખાલી કરવા નોટીસ આપતું વકફ બોર્ડ

દેશમાં વકફ બોર્ડની સંપત્તિ અંગે મોદી સરકાર દ્વારા લઇ આવવામાં આવેલા ખાસ ખરડાની ચર્ચા દેશભરમાં ચાલુ છે અને સંયુક્ત સંસદીય સમિતિ પણ આ વકફ બોર્ડ ખરડામાં જે સુચનો આવ્યા છે તેનો અભ્યાસ કરી રહી છે તે વચ્ચે એવો ધડાકો થયો છે કે દિલ્હીના 6 મંદિરો અને બિહારના પુરા ગામ સહિત 11 જાહેર મિલ્કતો પર વકફ બોર્ડે દાવો કર્યો છે અને બિહારનું એ ગામ તો તાત્કાલીક ખાલી કરવા પણ જણાવ્યું છે.

દેશભરમાં વકફ બોર્ડની અબજો રુપિયાની સંપત્તિ છે પરંતુ તેનો વહિવટ મુઠ્ઠીભર લોકો કરે છે. અને આ સંપત્તિના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની પણ ફરિયાદો પણ સરકાર પાસે આવતા વકફ બોર્ડ અંગેના અગાઉની કોંગ્રેસ સરકારે જે ખાસ નિયમો અને કાનુન બનાવ્યા હતા તેની પુન: સમીક્ષા કરીને સંસદમાં વકફ બોર્ડ સુધારા-વિધયક દાખલ કરાયું છે જેના પર હાલ સંસદીય બોર્ડ સમિતિ ચર્ચા કરી રહી છે.

તો બીજી તરફ દિલ્હી માઇનોરીટી કમિશનએ એક સત્ય શોધક અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં વકફ બોર્ડે પાટનગરમાં 6 મંદિરો પર પોતાનો દાવો કર્યો છે. વાસ્તવમાં વકફ બોર્ડની રચના નથી થઇ તે પૂર્વે આ મંદિરો હતા અને વકફ બોર્ડ હવે તેના પર દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ બિહાર અને તામીલનાડુમાં અનેક સરકારી અને જાહેરહેતુની જમીનો પર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે. બિહારના ગોવિંદપુર ગામ કે જે પટનાથી 30 કીમી દૂર આવેલું છે તેના પુરા ગામની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે. આ ગામમાં 95 ટકા હિન્દુઓ રહે છે પણ બોર્ડે તેમને તાત્કાલીક ગામ ખાલી કરવા જણાવ્યું છે. બિહાર સ્ટેટ સુની વકફ બોર્ડ તરફથી તેમને નોટીસ મોકલવામાં આવી છે.

વાસ્તવમાં આ ગામમાં જે લોકો રહે છે તેના પિતા અને દાદા પણ અહીં જ રહેતા હતા અને છતાં પણ આ પ્રકારે તેઓએ વકફ બોર્ડના દાવાથી હવે નવો વિવાદ સર્જાયો છે. વકફ બોર્ડે લખનૌમાં લક્ષ્મણ ટીલા પર દાવો કરીને તેનું નામ ટીલાવાલી મસ્જીદ તરીકે ઓળખાવી છે અને તે વકફ બોર્ડની પ્રોપર્ટી હોવાનું જણાવ્યું છે. આમ કુલ આવી 11 મીલ્કતો પર બોર્ડે દાવો કરતા નવો વિવાદ સર્જાયો છે.

વકફ બોર્ડ અંગે સુધારા ખરડો સંસદમાં રજુ થયા બાદ હાલ સંયુક્ત સંસદીય કમિટીને સુપ્રત કરવામાં આવ્યો છે અને આગામી સત્રમાં તે મંજુર કરાશે તેવા સંકેત છે. તે સમયે સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે જબરી તડાફડી બોલી હતી અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સભ્યો સાંસદોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

જો કે ભાજપના સભ્ય સાંસદોએ સ્પષ્ટ કહ્યું હતું કે, વકફ બોર્ડમાં જે ભ્રષ્ટાચાર અને તકવાદ ચાલે છે તેનો અંત આવશે. કોઇની મિલ્કત પચાવી પાડવાની નથી પણ જે સમાજની છે તે સમાજની રહે તે જરુરી છે. કોઇનો વ્યકિતગત કે અમુક લોકો કબ્જો કરી શકે નહીં.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button