હરિયાણા સરકારે આગામી તા. 31ના રોજ ઇદના તહેવારની જાહેર રજા રદ્દ કરીને તેને મર્યાદિત વૈકલ્પિક રજા તરીકે જાહેર કરતા વિવાદ .
હરિયાણા સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામાથી ઇદને વૈકલ્પિક રજામાં મુકી દીધી હતી. આ પ્રકારની રજા ચોકકસ સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ નિમિતે આપવામાં આવે છે

હરિયાણા સરકારે આગામી તા. 31ના રોજ ઇદના તહેવારની જાહેર રજા રદ્દ કરીને તેને મર્યાદિત વૈકલ્પિક રજા તરીકે જાહેર કરતા વિવાદ છેડાયો છે અને રાજયમાં મુસ્લિમ ધારાસભ્યોએ વિધાનસભામાં પણ આ મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.
સરકારી જાહેર રજામાં તમામ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સાહસો વગેરે રજા પાડે છે પરંતુ વૈકલ્પિક મર્યાદિત રજામાં આ રીતે રજા મળતી નથી પણ મુસ્લિમ સમુદાય કે જેને સંદર્ભમાં ઇદનો તહેવાર મહત્વનો છે તેમને એક દિવસની રજા આપવામાં આવે છે. હરિયાણા સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામાથી ઇદને વૈકલ્પિક રજામાં મુકી દીધી હતી. આ પ્રકારની રજા ચોકકસ સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ નિમિતે આપવામાં આવે છે અને તે લેવી કે ન લેવી તે જે તે સમુદાયના કર્મચારી પોતે નિશ્ચિત કરી શકે છે.
જોકે આ રજા ફરજીયાત નથી પણ તે રજાનો પગાર ચોકકસપણે મળે છે. મુખ્યસચિવ અનુરાગ રસ્તોગીએ તા. 31 માર્ચ બેન્ક કલોઝીંગ ડે હોય તે દિવસે બેન્કો પણ ચાલુ રહેવાની છે તેવું જણાવીને આ રજાને મર્યાદિત રજા જાહેર કરી છે. જોકે આ જાહેરનામુ જાન્યુઆરી માસમાં જ બહાર પડી ગયું હતું.
હરિયાણામાં 6 ટકા એટલે કે 18 લાખ જેટલા મુસ્લિમ સમુદાયના મતદારો પણ છે અને છ વિધાનસભા બેઠક પર રાજકીય પ્રભુત્વ ધરાવે છે. ગત ચૂંટણીમાં રાજયમાં પાંચ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા જે તમામ કોંગ્રેસના છે અને આથી જ આ પ્રકારે વૈકલ્પિક રજા જાહેર કરી હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યો છે