ભારત
વડાપ્રધાને વર્ચ્યુઅલી મેરઠ-લખનૌ સહિત મદુરાઇ-બેંગ્લુરુ, ચેન્નાઇ-નાગરકોઇલની વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી
આ ટ્રેનથી છાત્રો, ખેડૂતો, આઇટીના લોકોને લાભ મળશે.દેશના મહત્વના શહેર અને ઐતિહાસિક જગ્યાઓને કનેક્ટિવીટી મળે છે. જ્યાં જ્યાં વંદે ભારતની સુવિધા પહોંચી છે ત્યાં પર્યટકોની સંખ્યા પણ વધી રહી છે.

વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી મેરઠ-લખનૌ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સીંગથી મેરઠ-લખનો ઉપરાંત મદુરાઇ-બેંગ્લુરુ અને ચેન્નાઇ-નાગરકોઇલ વંદે ભારત ટ્રેનને પણ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે ઉત્તરથી દક્ષિણ સુધી દેશની વિકાસ યાત્રામાં એક નવો અધ્યાય જોડાઇ રહ્યો છે. વંદે ભારત ટ્રેનોનો આ વિસ્તાર, રફતારથી આપણો દેશ વિકસિત ભારત તરફ પગલાં માંડી રહ્યો છે. આ ટ્રેનથી છાત્રો, ખેડૂતો, આઇટીના લોકોને લાભ મળશે.દેશના મહત્વના શહેર અને ઐતિહાસિક જગ્યાઓને કનેક્ટિવીટી મળે છે. જ્યાં જ્યાં વંદે ભારતની સુવિધા પહોંચી છે ત્યાં પર્યટકોની સંખ્યા પણ વધી રહી છે.
Poll not found